VIDEO: કચ્છના આદિપુરમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 600 લીટર કેમિકલ મળ્યું
સોર્સ : gstv
બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમની ટીમે કચ્છના આદિપુરમાં ચાલતી નકલી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મૂળ રાપરના હિતેશ પટેલે ભાડાની મોટી દુકાનમાં યુપીના બ્રિજેશ નામના માણસ સાથે મળીને કેમિકલમાં પાણી ભેળવી નકલી ઈંગ્લિશ દારૂ બનાવવાનો કાળો કારોબાર શરૂ કર્યો હતો. પોલીસે દરોડા દરમિયાન 600 લીટર કેમિકલ ભરેલા કેરબા, રોયલ ચેલેન્જ બ્રાન્ડની 180ml ની ખાલી બાટલીઓ અને સીલિંગ મટીરીયલ જપ્ત કર્યું છે. દારૂ બનાવવામાં કયા જાનલેવા કેમિકલનો ઉપયોગ થતો હતો તે જાણવા માટે FSL ની ટીમને પણ તપાસમાં સામેલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

