VIDEO: સુરેન્દ્રનગરના વઢવાણમાં ઘરમાં સૂતેલા દંપતીને છરી બતાવી બેહોશ કરી લાખોની લૂંટ ચલાવાઈ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત મેમકા રોડ પર કાયદો અને વ્યવસ્થાની કથડતી સ્થિતિ વચ્ચે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. મોડી રાત્રે પોતાના ઘરમાં સૂતેલા દંપતી પર ઘાતક હથિયારો સાથે ચાર જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દંપતીને છરીની અણીએ ધમકાવી કોઈ કેફી પદાર્થ સુંઘાડીને બેહોશ કરી દીધા હતા. ત્યારબાદ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત કિંમતી સામાનની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં, લૂંટારૂઓ ઘર બહાર પાર્ક કરેલી બોલેરો પીકઅપ કાર લઈને પણ ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિક લોકો અને પીડિત પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

