VIDEO: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ કાયમી ધોરણે નિવૃત્ત
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશને સરકારે તાત્કાલિક અસરથી કાયમી ધોરણે નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. ખાતાકીય તપાસ બાદ સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. કે. રાજેશ 2022માં સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારબાદ તેમની સામે સીબીઆઈ દ્વારા ગુનો નોંધાયો હતો. હથિયાર પરવાના અને જમીનોના નામે કરવા સહિતના કથિત કૌભાંડ મામલે તપાસ ચાલી રહી છે. હાલ સસ્પેન્શન હેઠળ રહેલા કે. રાજેશને હવે કાયમી ધોરણે નિવૃત્ત જાહેર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન એસબીઆઈ બેન્કમાંથી અંદાજે પાંચ કરોડ રૂપિયાના ઘરેણાં અને રોકડ રકમ મળી આવી હોવાની માહિતી સામે આવી હતી.

