VIDEO: સુરેન્દ્રનગરમાં કોમ્બિંગ દરમિયાન 8 વોન્ટેડ આરોપીઓની અટકાયત, રૂ. સવા કરોડની વીજચોરી ઝડપાઈ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા વહેલી સવારથી મેગા કોમ્બિંગ હાથ ધરીને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા મોટી કાર્યવાહી કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં ૧૦૦ જેટલા પોલીસકર્મીઓના કાફલાએ મિયાણાવાડ, લક્ષ્મીપરા અને પોપટપરા સહિતના ચાર સંવેદનશીલ વિસ્તારોમાં લિસ્ટેડ ગુનેગારોના ઘરે સઘન તપાસ કરી હતી. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા ૮ જેટલા વોન્ટેડ આરોપીઓની અટકાયત કરી છે. આ ઉપરાંત, આશરે રૂપિયા સવા કરોડની મસમોટી વીજ ચોરી પણ ઝડપી પાડવામાં આવી છે.

