સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ માર્ગ અકસ્માતોમાં 3ના મોત, 5થી વધુ લોકો ઘાયલ

રાજ્યમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ દુર્ઘટનામાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલામાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના જસાપર, નાની મજેઠી, મૂળી પાસે આ અકસ્માત સર્જાયા હતા.
જસાપર પાસે બે બાઈક વચ્ચે થઈ ટક્કરમાં એક યુવાનનું મોત
મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના જસાપર પાસે બે બાઈક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 22 વર્ષના યુવાનનું મોત નિપજ્યું હતું. તો બીજો અકસ્માત નાની મજેઠી ગામ પાસે થયો હતો.
નાની મજેઠી ગામ પાસે કારનું ટાયર ફાટતા આર્મીમેનનું મોત
નાની મજેઠી ગામ પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક આર્મીમેનનું મોત નિપજ્યું છે, તો બીજી તરફ અન્ય કારમાં સવાર આર્મીમેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
મૂળી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં યુવતીનું મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીજો અકસ્માત મૂળી પાસે થયો ગતો. મૂળી પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં યુવતીનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. અજાણ્યો વાહનચાલક યુવતીને ટક્કર મારીને ફરાર થયો હતો. તમામ અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

