Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : 15-foot black-mouthed pits at the entrance of the heritage city of Wadhwan,

Surendranagar: હેરિટેજ સીટી વઢવાણના પ્રવેશદ્વારમાં જ 15 ફૂટના કાળમુખા ખાડાઓ, સ્થાનીકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વઢવાણ હેરિટેજ સીટીના પ્રવેશદ્વારે 15 ફૂટના ગાઢ ખાડા પડી ગયા છે, જે ગામના લોકો માટે મોતનું જોખમ બની ગયા છે. આ ખાડા આવનજાવનના એકમાત્ર માર્ગ પર સ્થિત હોવાથી ગામમાં પ્રવેશ અને બહાર નીકળવાનું કામ જોખમી બની ગયું છે. રોજના આશરે 50 થી વધુ લોકો આ ખાડામાં પડી રહ્યા છે, જેનાથી વાહનોના ટાયર ફૂટી જવાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને શાળાઓની નજીક આવેલા આ ખાડા શાળા જતા વિદ્યાર્થીઓ માટે પણ જોખમી સાબિત થઈ રહ્યા છે, ખાડામાં અથડાતા બાળકોના ઢીંચણ છોલાઈ જવાની પણ અનેક ઘટના સામે આવી  છે. 
App Store

સ્વાથાનીકોમાં રોષ

વઢવાણના રહેવાસીઓએ મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આ "મોતના ખાડા" ભરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ ખાડાઓને કારણે ગામની સુરક્ષા જોખમમાં પડી છે. 

શાળા જતા વિદ્યાર્થીઓ માટે મોટું જોખમ 

આ વિસ્તારમાં નજીકમાં શાળાઓ આવેલી હોવાથી ખાસ કરીને બાળકો માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે. શાળા જતા વિદ્યાર્થીઓની સલામતી પર સવાલ ઉઠી રહ્યો છે. માતાપિતાઓમાં ચિંતાનું મોજું ફેલાયું છે, અને તેમણે મહાનગરપાલિકાથી તાત્કાલિક ઉપાયોની માંગણી કરી છે.