VIDEO: તરણેતરના મેળામય માહોલ વચ્ચે સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા 15 એક્સ્ટ્રા બસો શરૂ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં વરસાદ થંભી જતાં જ વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો ફરી ધમધમી ઊઠ્યો છે, જેને પગલે ગ્રામીણ વિસ્તારોમાંથી મેળાની મજા માણવા માટે લોકોનો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પર ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોની આ ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા ખાસ 15 એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોટીલા, હળવદ, ધાંગધ્રા અને સુરેન્દ્રનગર એસટી ડેપો દ્વારા આ વધારાની સર્વિસ શરૂ કરવામાં આવી છે, જેમાં દર્શનાર્થીઓને સીધા મેળાની અંદર સુધી લઈ જવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને સુચારૂ રૂપે ચલાવવા માટે 30થી વધુ ડ્રાઇવર અને કંડક્ટરનો સ્ટાફ પણ ખડેપગે તૈનાત કરી દેવાયો છે, જેથી મેળામાં જતાં ખેલૈયાઓ અને દર્શનાર્થીઓને સુગમ પરિવહન મળી રહે.

