VIDEO: તરણેતરના મેળામાં ગાડાં-ઘોડા શણગાર સ્પર્ધા પુનઃ શરૂ કરવા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડની માંગ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ તરણેતરના મેળાને લઈને પદ્મશ્રી અને મેળાવડા કમિટીના સભ્ય શાહબુદ્દીન રાઠોડે તંત્ર સમક્ષ એક મહત્વની રજૂઆત કરી છે. તેમણે મેળામાં ભૂતકાળની જેમ જ બળદગાડા અને અશ્વ (ઘોડા) શણગારની સ્પર્ધાઓ ફરી શરૂ કરવાની માંગ કરી છે. એક સમય હતો જ્યારે સમગ્ર ગુજરાતમાંથી લોકો શણગારેલાં બળદગાડાં લઈને તરણેતર આવતા અને ઉત્કૃષ્ટ શણગાર કરનારને ઈનામો આપવામાં આવતા હતા, જે પરંપરા હાલ ભુલાતી જઈ રહી છે. આ ઉપરાંત, તેમણે મેળામાં આવતા સ્થાનિક કલાકારોને પોતાની કળા રજૂ કરવા માટે યોગ્ય સ્ટેજ આપવાની પણ પ્રશાસન પાસે માંગ કરી છે.

