Surendranagar news: તરણેતરના મેળાનો પ્રારંભ, નેતાઓએ જ નિયમો નેવે મૂકી ઉડાડ્યા ડ્રોન

Surendranagar news: સુરેન્દ્રનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવો તરણેતરનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. ચાર દિવસીય આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક અને પશુ સ્પર્ધા પણ યોજાશે. આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરેલા એક પણ મંત્રી આ ઉદ્ઘાટન વેળાએ હાજર ન રહેતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ મંત્રીઓની ગેરહાજરી
પાંચાળનો સૌથી પૌરાણિક એવો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરેલા એક પણ મંત્રી આ ઉદ્ઘાટન વેળાએ હાજર ન રહેતા માત્ર સ્થાનિક ધારાસભ્યો અને નાયબ મુખ્ય દંડક ની ઉપસ્થિતિમાં મેળો ખુલ્લો મુકાયો હતો. મેળામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતાં નેતાઓએ ફોટોગ્રાફી માટે ડ્રોન ઉડાડી નિયમોને નેવે મુક્યા હતા. ચાર દિવસીય આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક અને પશુ સ્પર્ધા પણ યોજાશે. મુળી સ્ટેટે પ્રથમ ત્રીનેશ્વર મહાદેવને ધજા ચડાવી હતી. મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના મંત્રીઓ ચાર દિવસીય લોકમેળામાં અલગ અલગ દિવસે હાજરી આપશે.

