Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : young man who wanted his own money back was brutally murdered with sharp weapons

Surat: ડીંડોલીમાં પોતાના જ રૂપિયા પરત માંગતા યુવકની ધારદાર હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Surat: ડીંડોલીમાં પોતાના જ રૂપિયા પરત માંગતા યુવકની ધારદાર હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા
સોર્સ : GSTV

આર્થિક વ્યવહારો અને પૈસાની લેતીદેતીમાં માણસ કેટલો ક્રૂર બની શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો સુરતના ડીંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે. ડીંડોલીના ચેતન નગરમાં મોડી રાત્રે પોતાના જ પૈસા પરત માંગવા ગયેલા શુભમ વાઘ નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

App Store

મળતી માહિતી મુજબ, મરણજનાર શુભમ વાઘ અને આરોપી વચ્ચે પૈસાની લેતીદેતી બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. મોડી રાત્રે શુભમ જ્યારે ચેતન નગરમાં આરોપી પાસે પોતાના લેણાં રૂપિયા માંગવા ગયો, ત્યારે મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા સામેવાળા વ્યક્તિએ શુભમ પર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો. આ હુમલો ઘરની બહાર જ કરવામાં આવ્યો હતો.

હુમલાના પગલે લોહીલુહાણ હાલતમાં શુભમને તાત્કાલિક ધોરણે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, શરીરમાં ઊંડા ઘા અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેની સ્થિતિ અત્યંત નાજુક હતી. હોસ્પિટલ પહોંચતા જ હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. હાલ ડીંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી