Video: સુરતમાં 15 વર્ષથી ગાર્બેજ કલેક્શનનું કામ કરતાં કર્મીઓને છૂટા કરી દેવાયા, નવા કોન્ટ્રાક્ટર સામે ભભૂકેલો રોષ
સોર્સ : GSTV
સુરતના બોમ્બે માર્કેટ SMC કચરા ડેપો પર ૨૦૦થી વધુ કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. છેલ્લા ૧૫ વર્ષથી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનમાં સેવા આપતા કામદારોને નવા કોન્ટ્રાક્ટરે અચાનક છૂટા કરી દેતા રોષ ફાટી નીકળ્યો છે. આગામી ૨૫ તારીખથી નોકરી પર ન આવવાના આદેશ સામે કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, તેમને ધમકાવવા માટે બહારના ગુંડા તત્વો બોલાવવામાં આવ્યા છે. અન્યાય સામે અવાજ ઉઠાવતા આ શ્રમિકોએ ફરી નોકરી પર લેવાની ઉગ્ર માંગ કરી છે.

