Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Both girls likely died due to drug overdose in Surat

Video: સુરતમાં દવાઓના ઓવરડોઝને લીધે બંને યુવતીઓનું મોત થયું હોવાની શક્યતા, પોલીસે શરૂ કરી તપાસ

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના ડીંડોલીમાં આત્મીય સંસ્કાર ધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. બહેનપણીઓના મૃતદેહ પાસેથી ઈન્જેક્શન અને એનેસ્થેસિયાની દવાની બોટલો મળી આવી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન રોશની શિરશાઠ અને જ્યોત્સના ચૌધરીએ એનેસ્થેસિયાના ઓવરડોઝ દવાના ઈન્જેક્શનો લઈ આપઘાત કર્યો હોવાનું મનાય છે. જો કે બંનેના મોતનું કારણ અકબંધ છે.

App Store

બાથરૂમમાંથી જ્યોત્સના ચૌધરીની બેગ પણ મળી છે, જેમાં રોશની અને જ્યોત્સનાની તસવીરો હતી. મૃતક રોશનીએ ગત પાંચ માર્ચે માતા-પિતાની મેરેજ એનેવર્સરીની ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી. જો કે બીજા જ દિવસે બહેનપણી સાથે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તે બેગમાંથી રૂપિયા, કેલ્કયુલેટર, દુપટ્ટો, મોબાઈલ પણ મળ્યા છે. જ્યારે રોશનીની બેગમાંથી કેલક્યુલેટરસ, મોબાઈલ ફોન, બુક અને હોળીના રંગ મળ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.