VIDEO: સુરતમાં મહાત્મા ગાંધીજીના ફોટા વિશે બિભત્સ અને વાંધાજનક રીલ બનાવનાર મહિલા ઇન્ફ્લુએન્સરની ધરપકડ કરાઈ
સોર્સ : gstv
સુરત સાયબર ક્રાઇમ પોલીસે ૫૦૦ રૂપિયાની નોટ પર છપાયેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટો વિશે બિભત્સ અને વાંધાજનક રીલ બનાવનાર મહિલા ઇન્ફ્લુએન્સર સિમરન પટેલની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર ૧ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ મહિલાએ વિવાદાસ્પદ વીડિયો વાયરલ કર્યો હતો. આ બાબતે સુરતના સમાજસેવી ધર્મેશ ગામીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર કૃત્યની નોંધ લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી મહિલાને ઝડપી પાડીને કાયદેસરની આગળની તપાસ શરૂ કરી છે.

