VIDEO: સુરતમાં ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખનો પુત્ર રેહાન ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો
સોર્સ : gstv
સુરતમાં ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રની ફરી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. પુણા પોલીસે ભાઠેનાના પંચશીલનગરમાં રહેતા રેહાન અંસારીને 3.26 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ મુજબ રેહાન નાસ્તાની લારી ચલાવે છે અને નશા માટે ડ્રગ્સ લઈને જતો હોવાની કબૂલાત કરી છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ, રોકડ, ડિજિટલ વજનકાંટો અને મોપેડ સહિત કુલ 70,180 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ડ્રગ્સ આપનાર નદીમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. અગાઉ 2024માં પણ એસઓજીએ રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવવાના નેટવર્કમાં રેહાનની ધરપકડ કરી હતી.

