VIDEO: સુરતમાં ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ સામે વકીલોમાં ભારે રોષ: કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય
સોર્સ : gstv
સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ભાડા વિધેયક - ૨૦૨૬ ના નવા કાયદા સામે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા વકીલ મંડળે આ કાયદાનો સખત વિરોધ નોંધાવ્યો છે. નવા કાયદાથી વકીલો અને પ્રજાના હિતને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વિરોધ દર્શાવવા માટે વકીલ મંડળે કોર્ટ કામગીરીથી સંપૂર્ણ અળગા રહેવાનો ઠરાવ પસાર કર્યો છે. વકીલો કોર્ટના મેન ગેટ બંધ કરી કામથી અલગ રહેશે. સુરતના તમામ વકીલો તારીખ ૩૦/૦૯/૨૦૨૬ થી ૦૩/૧૦/૨૦૨૬ દરમિયાન કોર્ટ કામથી દૂર રહેશે. આ અંગે સુરત જિલ્લા વકીલ મંડળે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને લેખિત પત્ર પણ પાઠવ્યો છે.

