VIDEO: સુરતમાં કામરેજ સુગર મિલની ચૂંટણીનું મતદાન શરૂ
સોર્સ : gstv
સુરત જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. કામરેજ સુગર મિલની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. અલગ-અલગ વિસ્તારોમાં યોજાઈ રહેલા મતદાનમાં કુલ 18 ઝોનમાં ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ અને પૂર્વ પ્રમુખ જયેશ પટેલ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. 18 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. 36 હજારથી વધુ સભાસદો મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીનું પરિણામ 21 ઓગસ્ટે જાહેર થશે
#Surat #Kamrej #KamrejSugar #SugarMillElection #GujaratPolitics #Election2026 #SuratNews #GujaratNews #BreakingNews #ElectionNews #TrendingNews

