VIDEO: સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીનું મોત, વરાછાની શીતલ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગની તપાસ
સોર્સ : gstv
સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી પાર્સલ મંગાવીને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ તાત્કાલિક શીતલ રેસ્ટોરન્ટ પર દોડી ગયો હતો. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી સડેલી દાલ, ખરાબ પનીર અને અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી,. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર આ રેસ્ટોરન્ટના માલિકને આરોગ્ય વિભાગ દ્વારા કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે અને કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

