Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Violent attack on businessman who refused to drink alcohol outside shop

VIDEO: Suratમાં અસામાજિક તત્વો બેફામ; દુકાનની બહાર દારૂ પીવાની ના પાડતા વેપારી પર કર્યો હિંસક હુમલો

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ડાયમંડ સિટી સુરતમાં અસામાજિક તત્વોને હવે જાણે પોલીસનો કોઈ ડર રહ્યો હોય તેમ લાગતું નથી. શહેરના નવસારી બજાર સગરામપુરા વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીની બિલકુલ બહાર જ એક હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. દારૂની મહેફિલ માણતા તત્વોને ટોકવા બદલ વેપારીને લોહીલુહાણ કરી દેવામાં આવ્યા છે.

App Store

શું છે સમગ્ર ઘટના?

નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ચલાવતા વેપારી આજે જ્યારે પોતાની દુકાન ખોલવા પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે દુકાનની બહાર અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને ત્યાં દારૂની ખાલી બોટલો પડી હતી. વેપારીએ આ તત્વોને પોતાની દુકાન પાસે દારૂ ન પીવા અને ત્યાંથી જતા રહેવા માટે ટકોર કરી હતી. પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ વેપારી સાથે બોલાચાલી કરી હતી અને જોતજોતામાં ચપ્પુ કાઢી તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વેપારીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં વેપારીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે વેપારીએ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહીની માંગ કરી છે.