Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Video/ young man reached bridge to commit suicide due to harassment by his siblings

Video/ Surat માં ભાઈ-દાદીના ત્રાસથી બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, પોલીસે સમજાવી ઘરે મોકલ્યો

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના પાલ-ઉમરા બ્રિજ પર આજે એક હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એક યુવક જિંદગીથી હારીને મોતની છલાંગ લગાવવા પહોંચ્યો હતો. જોકે, એક જાગૃત નાગરિકની સતર્કતા અને અડાજણ પોલીસની તાત્કાલિક કામગીરીને કારણે આ યુવકનો જીવ બચી ગયો છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, એક યુવક માનસિક તણાવમાં આવીને પાલ-ઉમરા બ્રિજ પર આત્મહત્યા કરવાના ઈરાદે ચઢ્યો હતો. બ્રિજ પર યુવકની શંકાસ્પદ હિલચાલ જોઈને ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે તુરંત પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને અડાજણ પોલીસની PCR વાન ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવક કોઈ આત્મઘાતી પગલું ભરે તે પહેલા જ તેને પકડી પાડી સુરક્ષિત રીતે બચાવી લીધો હતો.

આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકે જણાવ્યું હતું કે, તેના ભાઈ અને દાદી સતત તેની પાસે રૂપિયાની માંગણી કરી રહ્યા હતા અને માનસિક રીતે હેરાન કરતા હતા. પરિવારના આ કલેશ અને સતત વધતા ટેન્શનને કારણે યુવક હતાશ થઈ ગયો હતો અને તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.

પોલીસે કર્યું કાઉન્સેલિંગ: જીવનનું મૂલ્ય સમજાવ્યું

યુવકને સુરક્ષિત સ્થળે લાવ્યા બાદ અડાજણ પોલીસે માત્ર કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે માનવતા દાખવી હતી. પોલીસ અધિકારીઓએ યુવકનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું. જીવન કેટલું કિંમતી છે અને મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો જોઈએ તે બાબતે સમજણ આપતા યુવકનું હૃદય પરિવર્તન થયું હતું. અંતે, પોલીસની સમજાવટ બાદ યુવક શાંત થયો હતો અને પોલીસે તેને રાજીખુશીથી તેના ઘરે મોકલી આપ્યો હતો.