Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Many voters disappeared overnight during SIR operation, BJP MP

Surat news: SIR કામગીરી દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા, ભાજપ સાંસદનો મનપા કમિશનર-કલેક્ટરને પત્ર

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: SIR કામગીરી દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા, ભાજપ સાંસદનો મનપા કમિશનર-કલેક્ટરને પત્ર
સોર્સ : GSTV

સુરત સહિત સમગ્ર દેશમાં હાલ SIRની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને એક સ્ફોટક પત્ર લખતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સાંસદે પત્રમાં આશંકા વ્યક્ત કરી છે કે તપાસ દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા છે, જે શહેરની સુરક્ષા માટે જોખમરૂપ હોઈ શકે છે. પત્રમાં સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલોનો હવાલો આપીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

App Store

મતદારો કાયદેસરના નાગરિક હોય, તો ભાગવાની જરૂર કેમ પડી? 

સાંસદે લખ્યું છે કે જ્યારે BLOની ટીમ સુરતના કેટલાક કુખ્યાત ગણાતા વિસ્તારોમાં નોંધણી માટે ગઈ, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘરોને તાળા મારીને ગાયબ થઈ ગયા હતા. જો આ મતદારો સાચા અને કાયદેસરના નાગરિક હોય, તો તપાસના ડરથી ભાગવાની જરૂર કેમ પડી? રાતોરાત આટલી મોટી સંખ્યામાં લોકો ક્યાં અદૃશ્ય થઈ ગયા? આ લોકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.