VIDEO: વરાછા કો-ઓ. બેંકની પૂર અસરગ્રસ્તો માટે રૂ.5 લાખ સુધીની ફ્લડ લોન
સોર્સ : gstv
સુરતની વરાછા કો-ઓપરેટીવ બેંકે ભારે વરસાદ અને પૂર જેવી આફતના સમયમાં ગ્રાહકો માટે મહત્વની પહેલ કરી છે. બેંક દ્વારા ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધીની ફ્લડ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. માત્ર 9 ટકા વ્યાજદરે અને 5 વર્ષની મુદત સાથે આ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આર્થિક સંકટમાં ફસાયેલા પરિવારોને રાહત મળે તે હેતુથી બેંક દ્વારા આ સહાયરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે.

