VIDEO: સગીર વયની દીકરીના અપહરણ બાદ ન્યાયની માગ
સોર્સ : gstv
જામનગરમાં ૧૨ વર્ષની સગીર વયની દલિત સમાજની દીકરીના અપહરણ મામલે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ ફરિયાદ નોંધાયાને સાત દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે ડીએસપીને ઉગ્ર રજૂઆત કરી હતી. આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ રથયાત્રા અને અન્ય સરકારી કાર્યક્રમોના બહાના હેઠળ ગરીબોને ન્યાય આપવામાં વિલંબ કરી રહી છે. આધુનિક ટેકનોલોજી હોવા છતાં દીકરીનો કોઈ પત્તો ન મળતા સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ૨૪ કલાકમાં પોલીસ દ્વારા કોઈ સખત પગલાં લેવામાં નહીં આવે અથવા દીકરીનો પત્તો નહીં લાગે દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન થશે.

