Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Liquor network busted from MP through Bodeli canal, 4 vehicles including 2 minors arrested

MPથી બોડેલી કેનાલ માર્ગે લવાતા દારૂના નેટવર્કનો પર્દાફાશ, 4 વાહનો સાથે બે સગીર સહિત 4 ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
MPથી બોડેલી કેનાલ માર્ગે લવાતા દારૂના નેટવર્કનો પર્દાફાશ, 4 વાહનો સાથે બે સગીર સહિત 4 ઝડપાયા
સોર્સ : gstv

મધ્યપ્રદેશથી બોડેલી મુખ્ય કેનાલ માર્ગે લવાતા દારૂના નેટવર્કનો સ્ટેટ વિજિલન્સે પર્દાફાશ કરી ચાર વાહનો કબજે કરી બે સગીર સહિત ચાર શખ્સોને ઝબ્બે કર્યા છે જ્યારે અન્ય ત્રણ ફરાર જાહેર કરાયા છે.

App Store

પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર તરફથી ટુ અને ફોર વ્હિલર પર દારૂનો જથ્થો લઈને વડોદરા, પંચમહાલ તરફ નર્મદા કેનાલ પાસેના રોડ માર્ગે કેટલાંક લોકો પસાર થવાના છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સે વહેલી સવારે માણેકપુર પાસે નર્મદા કેનાલના મિનિ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. 

દરમિયાન દારૂનો જથ્થો લઈને આવેલા ત્રણ મોપેડો તેમજ એક ઈકો કારને ઝડપી પાડી હતી. પોલીસે બે સગીર વાહન ચાલકો અને જયેન્દ્રસિંહ રમેશસિંહ ગોહિલ (રહે.બાકરોલ, જિલ્લો પંચમહાલ) તેમજ પ્રેમકુમાર રાજેન્દ્ર ભાલીયા (રહે.ઘંટિયાળ, તા.સાવલી)ને ઝડપી પાડ્યા હતાં. તેઓની પાસેથી પોલીસે રૂા.2.29 લાખ કિંમતની 1373 નંગ દારૂ, બીયરની બોટલો તેમજ ચાર વાહનો મળી કુલ રૂા.5.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને જોઈને ભાગી જનાર જયદીપ કમલેશ રાઠવા (રહે.દેગલા, તા. પાવીજેતપુર) તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર બકો શેઠ (રહે.ઝડુલી, તા. જાંબુઆ) સહિત ત્રણને ફરાર જાહેર કરાયા છે. આ અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.