મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:બોડેલીમા જીવના જોખમે મેરિયા નદી પસાર કરતા ખેત મજૂરો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં જબુગામ અને ટીમ્બી વચ્ચેના વિસ્તારમાં ખેત મજ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં જબુગામ અને ટીમ્બી વચ્ચેના વિસ્તારમાં ખેત મજૂરો દ્વારા જીવના જોખમે મેરિયા નદી પસાર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ચોમાસાની સિઝનમાં નદીના વહેતા પાણીની વચ્ચેથી અવરજવર કરતા શ્રમિકોના જોખમી દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.લાંબો ફેરો બચાવવા અને સમય બચાવવાના ચક્કરમાં મજૂરો નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવાનો જોખમી નિર્ણય લઈ રહ્યા છે, જેના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાવાની આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને વરસાદી સિઝનમાં આવી જોખમી અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા કડક અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો