VIDEO/ સુરત મેટ્રો કોરિડોર-2 પર ટ્રાયલ રન; ભેસાણથી અડાજણ સુધી દોડી મેટ્રો ટ્રેન
સોર્સ : GSTV
સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ તેજ પ્રગતિમાં છે. જ્યાં કોરિડોર-2 પર ટ્રાયલ રનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભેસાણથી અડાજણ ગામ સુધીના આશરે 6.5 કિલોમીટર લાંબા રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ રૂટ પર આવેલા 7 સ્ટેશનોનું સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થયા બાદ ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે. સુરત મેટ્રો પ્રોજેક્ટની કુલ 75 ટકા કરતાં વધુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હવે કોરિડોર-2 પર આગામી 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેકનિકલ ટેસ્ટિંગ હાથ ધરાશે. GMRC અને GEC દ્વારા વિવિધ ટેકનિકલ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે ટૂંક સમયમાં RDSO અને CMRS દ્વારા અંતિમ સેફ્ટી ઇન્સ્પેક્શન પણ કરાશે. અંદાજે 12 હજાર 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે.

