VIDEO : Surat આકરી ગરમી વચ્ચે 28 વર્ષીય યુવક ઓચિંતા ઢળી પડ્યો, હીટ સ્ટ્રોકને પગલે મોતનું અનુમાન
સોર્સ : gstv
સુરત શહેરમાં ગરમીના કહેર વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ૨૮ વર્ષીય યુવક અનુજ શાહનું અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું છે. સચિન વિસ્તારના સાંઈ રો હાઉસમાં રહેતો અનુજ ઘરેથી જમીને નોકરીએ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં અચાનક ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કોઈપણ ગંભીર બીમારી ન ધરાવતા આ યુવકનું મોત હીટ સ્ટ્રોકના કારણે થયું હોવાનું પરિવારનું પ્રાથમિક અનુમાન છે. હાલ સચિન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

