Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : SURAT / Massive fire breaks out in GST Intelligence office

VIDEO: SURAT / DGGIની ઓફિસમાં લાગી ભીષણ આગ, અનેક મહત્વની ફાઇલો અને દસ્તાવેજો બળીને ખાખ

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સની ઓફિસમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઉનાળો શરૂ થતાની સાથે જ શહેરમાં આગના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આ દુર્ઘટનામાં ઓફિસમાં રહેલી અનેક મહત્વની ફાઇલો અને દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરકારી દસ્તાવેજોને મોટું નુકસાન પહોંચ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, જે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store