VIDEO: સુરતમાં ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં મુકાયો, ઇંધણ ભાવવધારો અને ડીઝલની અછતની અસર
સોર્સ : gstv
સુરતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારા અને ડીઝલની અછતની અફવાઓને કારણે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ઇંધણના ભાવ વધતા અને પૂરતું ડીઝલ ન મળવાને કારણે હજારો ટ્રકોના પૈડાં થંભી ગયા છે, જેનાથી વેપારીઓનો માલ સમયસર પહોંચી રહ્યો નથી.
ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, અગાઉ જે માર્ગો પર 400 ટ્રકો દોડતી હતી ત્યાં હવે માત્ર 100 ટ્રકો જ જઈ રહી છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં વધારો થવો નિશ્ચિત છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર અને બજારની મોંઘવારી પર પડશે.

