VIDEO: સુરતના કારખાનાઓમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, બાળકો પાસેથી 17 કલાક કરાવાતું હતું કામ
સોર્સ : gstv
સુરતના કાપડ ઉદ્યોગમાં ૨૭ કારખાનાઓમાંથી ૭ થી ૧૪ વર્ષની વયના ૮૬ બાળમજૂરો મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સીતારામ સોસાયટીના સીસીટીવીમાં ૯ બાળકોને ટેમ્પામાં કેદ કરી લઈ જવાતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જે પોલીસની ભીંસ વધતા એજન્ટોની સક્રિયતા દર્શાવે છે.
આ માસૂમ બાળકો પાસે ૧૭ કલાક વેઠ કરાવી માત્ર ૨૦૦ થી ૨૫૦ રૂપિયાનું મહેનતાણું વાલીઓને ઓનલાઈન કે ઓફલાઈન ચૂકવાતું હતું. આ મામલે ૬ કારખાનેદારો સહિત ૨૭ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

