Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat Police held a demo regarding the crimes of mobile snatching

VIDEO: સુરત પોલીસ દ્વારા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને લઈ ડેમો યોજાયો, નાગરિકોને પણ સાવચેત રહેવા કરી અપીલ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં લસકાણા પોલીસ સ્ટેશનના PI દ્વારા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને લઈને ખાસ ડેમો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ટીમની હાજરીમાં જ આરોપીઓ કેવી રીતે પળવારમાં મોબાઈલ છીનવી ફરાર થઈ જાય છે તેનું પ્રેક્ટિકલ પ્રદર્શન કરાવવામાં આવ્યું હતું.

App Store

શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના કેસોને અટકાવવા અને પોલીસ સ્ટાફને વધુ સતર્ક બનાવવા માટે આ વિશેષ તાલીમ યોજાઈ હતી. આ દરમિયાન નાગરિકોને પણ જાહેરમાં મોબાઈલનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આવા ડેમો દ્વારા સ્ટાફને ઘટનાક્રમ સમજવામાં સરળતા રહે છે અને ગુનાઓ અટકાવવામાં મદદ મળે છે.