VIDEO: સુરતના રાંદેરમાં વીયરકમ કોઝવે પર સગીરનું પાણીમાં ડૂબી જવાથી મોત
સોર્સ : gstv
સુરતના રાંદેર વિસ્તારમાં વીયરકમ કોઝવે પર સગીરનું પાણીમાં ડૂબી જવાથી મોત થયુ છે..પાંચ મિત્રો ન્હાવા અને બાઈક ધોવા માટે કોઝવે પર ગયા હતા ત્યારે અચાનક એક સગીરનો પગ લપસતા તે પાણીમાં ગરકાવ થયો હતો. 17 વર્ષીય રેહાન, જે લિંબાયત મદીના મસ્જિદ વિસ્તારનો રહેવાસી હતો, પાણીના પ્રવાહમાં તણાઈ જતાં તેનું મોત નિપજ્યું છે. રેહાન ઘરે ફરવા નીકળ્યો હતો પરંતુ દુર્ઘટનાનો ભોગ બન્યો. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

