Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : SGCCI meeting with Civil Aviation Minister in Delhi

VIDEO : સુરત એરપોર્ટને મળશે નવી પાંખો! દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે SGCCIની બેઠક

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની એર કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુ સાથે SGCCI ના પ્રતિનિધિમંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની મધ્યસ્થતાથી આયોજિત આ બેઠકમાં સુરતને 'પોઈન્ટ ઓફ કોલ' તરીકે સામેલ કરવા તેમજ દુબઈ, શારજાહ અને બેંગકોક માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પુનઃ શરૂ કરવા રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત, શ્રમિકો અને ઉદ્યોગ જગત માટે ભુવનેશ્વર સહિત વારાણસી, કોચ્ચિ અને ઇન્દોર જેવા પ્રમુખ શહેરો સાથે સીધી કનેક્ટિવિટી આપવા અને 'ઉડાન' યોજના હેઠળ વધુ રૂટ્સ મંજૂર કરવા વિનંતી કરવામાં આવી હતી. આ બેઠક સુરતના આર્થિક અને પ્રવાસન વિકાસ માટે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.

App Store