Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Surat Limbayat double murder case! Police take out a public procession of the accused

VIDEO: સુરત લિંબાયત ડબલ મર્ડર કેસ! પોલીસે આરોપીઓનું જાહેરમાં કાઢ્યું સરઘસ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં કમરૂ નગર પોલીસ ચોકી પાસે સગીરાની છેડતીનો વિરોધ કરનાર પિતા અને પિતરાઈ ભાઈની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. આ હિંસક હુમલામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેના પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ હુમલાખોરોના વાહનોમાં તોડફોડ કરી હતી.

App Store

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છેડતી કરનાર સગીર સહિત કુલ પાંચ શખ્સોને ડિટેઈન કર્યા હતા. તપાસના ભાગરૂપે પોલીસે પિતા અને બે પુત્રો સહિતના મુખ્ય આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું, જે દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં લાકડીઓથી ફટકારી કડક પાઠ ભણાવવામાં આવ્યો હતો.