Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Panchmahal: 2 friends who went fishing drowned in Dev Dam, family in mourning

પંચમહાલ: માછીમારી કરવા ગયેલા 2 મિત્રો દેવ ડેમમાં ડૂબ્યા, પરિવારમાં શોકનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
પંચમહાલ: માછીમારી કરવા ગયેલા 2 મિત્રો દેવ ડેમમાં ડૂબ્યા, પરિવારમાં શોકનો માહોલ
સોર્સ : GSTV

Panchmahal: પંચમહાલના હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં બે યુવકના મોત થયા છે. સમગ્ર મામલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

App Store

મળતી માહિતી મુજબ, હાલોલના સુધારા ગામ નજીક દેવ ડેમ ખાતે બે યુવકો માછીમારી કરી રહ્યા હતા. આ દરમિયાન ભારે પવનના કારણે તેમની નાવડી પલટી હતી. આ દુર્ઘટનામાં બંને માછીમારોનું મૃત્યુ નીપજ્યું છે.

મૃતકના નામ 

સંજય નાયક (ઉં.વ.26, રહે.ધનપરી) 

અજય નાયક (ઉં.વ.22, રહે.નાથકૂવા)

બનાવની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ બંને યુવકના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલોલ ગ્રામ્ય પોલીસે મૃતકોના મૃતદેહ પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.