Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Surat city leads in super cleanliness management in the country

VIDEO: દેશમાં સુપર સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરત શહેર અગ્રેસર

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

VIDEO: સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુરત શહેરે બાજી મારી દીધી હતી. દેશમાં સુપર સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરત શહેર અગ્રેસર રહ્યું છે. સતત બીજી વખત સુરત પ્રથમ ક્રમે દેશમાં રહ્યું હતું. સફાઈ અને અન્ય બાબતોમાં આગળ રહેતા નંબર વન બનેલા સુરત શહેરને દેશના રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. જેને લઈ સુરત મનપા કચેરીએ આ અંગે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છ સર્વેક્ષણ અંગેનો લાઈવ કાર્યક્રમ સુરત સીસીસી ખાતે શહેરના સફાઈ કમર્ચારીઓએ નિહાળ્યો હતો. સુરતને સર્વેક્ષણમાં નંબર વનને લઈને મળેલા એવોર્ડને શહેરના મેયર દક્ષેશ માવાણી,પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.

App Store