Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Farmers' problems due to heavy rain, demand for 12-hour power supply

VIDEO: વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી,વીજ પુરવઠો ૧૨ કલાક કરવા માંગ

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. વાવેતર બાદ પાકને ઉગાડવા અને જાળવી રાખવા માટે પાણીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. વરસાદના અભાવે ભૂગર્ભ જળનું સ્તર પણ નીચે ગયું છે, જેના કારણે મોટર પંપ દ્વારા પાણી મેળવવા વધુ વીજળીની જરૂર પડી રહી છે. હાલમાં ખેડૂતોને સરકારી યોજના મુજબ દિવસના 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે. આ સ્થિતિમાં ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. તેમણે ખેડૂતોના હિતમાં 8 કલાકના બદલે 12 કલાક વીજળી પૂરી પાડવાની માંગ કરી છે, જેથી પાકને બચાવી શકાય અને ખેતીકાર્યોને વેગ મળી શકે.

App Store