VIDEO BREAKING: પાવરગ્રીડ લાઈન વિવાદ: સુરેન્દ્રનગરમાં ધારાસભ્ય રાજુ કરપડા સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં પાવરગ્રીડ કંપની દ્વારા 720 કે.વી. ટ્રાન્સમિશન લાઈનોના થાંભલાઓ બળજબરીપૂર્વક ઉભા કરવાના મુદ્દે ખેડૂતોમાં રોષ વધ્યો છે. આ દરમિયાન ખેડૂતો દ્વારા ધારાસભ્ય રાજુ કરપડા સામે પોસ્ટર વોર શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં “રાજુ કરપડા ગુમ છે” એવા પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ચૂંટણી દરમિયાન ખેડૂતોના નામે મત મેળવી જીતેલા નેતા આજે ખેડૂતોની મુશ્કેલી સમયે મૌન છે. એક સમયે ખેડૂતો વચ્ચે સંવેદના દર્શાવનારા નેતાઓ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના આક્ષેપો સાથે રાજકીય માહોલ પણ ગરમાયો છે.

