Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Dumper terror in Surat! A dumper crushed an engineer during a flood, causing havoc on the family

VIDEO: સુરતમાં ડમ્પરનો આતંક ! પૂરપાટ આવતા ડમ્પરે એન્જિનિયરને કચડ્યો, પરિવાર પર આભ તૂટી પડ્યું

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરત શહેરના અલથાણ વિસ્તારમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. આ ઘટનાએ માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. ગોડાદરા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય જયેશભાઈ બોરસે, જેઓ ખાનગી કંપનીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેઓ ગતરોજ વહેલી સવારે પોતાની ડ્યુટી પર જઈ રહ્યા હતા.

App Store

અકસ્માતની કરુણતા
જયેશભાઈ જ્યારે અલથાણ શ્યામ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક પૂરઝડપે દોડતા ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરના ટાયર નીચે કચડાઈ જવાથી જયેશભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

લગ્નની તૈયારીઓ વચ્ચે શોક
આ દુર્ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે મૃતક જયેશભાઈના થોડા જ દિવસોમાં લગ્ન યોજાવાના હતા. ઘરમાં લગ્નની ખરીદી અને ખુશીઓનો માહોલ હતો, મહેમાનોને આમંત્રણ આપવાની તૈયારીઓ ચાલતી હતી. પરંતુ વિધિની વક્રતા જુઓ કે જે ઘરમાંથી જાન નીકળવાની હતી ત્યાંથી જુવાનજોધ દીકરાની નનામી નીકળતા આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. મૃતકની બહેનના હૈયાફાટ રુદને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની કરી દીધી હતી.

પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ અલથાણ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક રામ નરેશ યાદવની ધરપકડ કરી લીધી છે. પોલીસે ડમ્પર કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ ઘટનાને પગલે સુરતના રસ્તાઓ પર ભારે વાહનોની ગતિ મર્યાદા અને સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.