Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Naswadi massacre solved! The men who chopped off the legs of an old man and robbed him of silver bangles to pay the installments of an Eco car have been arrested

VIDEO: નસવાડી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો! ઈકો ગાડીના હપ્તા ભરવા વૃદ્ધાના પગ કાપી ચાંદીના કડા લૂંટનારા નરાધમો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે બનેલી દશરીબેન ભીલની કરપીણ હત્યાના બનાવથી સમગ્ર પંથક ધ્રૂજી ઉઠ્યો હતો. જોકે, એલસીબી (LCB) અને નસવાડી પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલી નાખી બે હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?
ગઢબોરીયાદ ગામમાં રહેતી વૃદ્ધા દશરીબેન ભીલની લૂંટના ઈરાદે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી રણજીત ઉર્ફે રંગો ભીલ (રહે. ધોળી કોતરડી) એ એક ઈકો ગાડી લોન પર લીધી હતી. આ ગાડીના હપ્તા ચઢી ગયા હોવાથી નાણાંની સગવડ કરવા તેણે લૂંટનો ખતરનાક પ્લાન બનાવ્યો હતો. આ પ્લાનમાં તેણે વિપિન ભીલ (રહે. ખડકિયા)ને સાથે રાખ્યો હતો.

ક્રૂરતાની હદ વટાવી
આરોપીઓ છેલ્લા એક મહિનાથી દશરીબેનને નિશાન બનાવવાની ફિરાકમાં હતા. લૂંટારાઓએ એટલી હદે માનવતા નેવે મૂકી હતી કે, વૃદ્ધાએ પગમાં પહેરેલા એક કિલો વજનના ચાંદીના કડા સહેલાઈથી નીકળે તેમ ન હોવાથી, આરોપીઓએ વૃદ્ધાના પગ કાપી નાખ્યા હતા અને કડા લૂંટી લીધા હતા. હત્યા કર્યા બાદ લૂંટાયેલો મુદ્દામાલ તિલકવાડાના નામલપુર ગામે છુપાવવામાં આવ્યો હતો, જે પોલીસે રિકવર કર્યો છે.

લોકોમાં ભારે આક્રોશ
પોલીસે બંને નરાધમોની ધરપકડ કરી લેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આ ક્રૂર હત્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે આવા હત્યારાઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે જેથી સમાજમાં દાખલો બેસે અને અન્ય કોઈ આવી ક્રૂરતા કરતા ફફડે.