Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : VIDEO: Scorching heat wreaks havoc in Kutch! Health system prepared against heat stroke, hospitals alerted

VIDEO: કચ્છમાં કાળઝાળ ગરમીનો કહેર! હીટ સ્ટ્રોક સામે આરોગ્ય તંત્ર સજ્જ, હોસ્પિટલોને કરાઈ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: કચ્છ જિલ્લામાં વધતા જતા તાપમાન અને કાળઝાળ ગરમીને પગલે હીટ સ્ટ્રોકના વધતા જોખમ સામે આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. તાપમાનનો પારો સતત ઊંચો રહેતા જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને જરૂરી દવાઓ તેમજ સુવિધાઓ સાથે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

App Store

તબીબોએ નાગરિકોને, ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવા અને બહાર જવું પડે તો માથું ઢાંકી પૂરતું પાણી પીવા ખાસ સલાહ આપી છે. આરોગ્ય તંત્ર દ્વારા ગામડાઓ સુધી જનજાગૃતિ ફેલાવવા ટીમો સક્રિય કરવામાં આવી છે, જે લોકોને ડિહાઇડ્રેશન કે ચક્કર જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અને સાવચેતીના ભાગરૂપે ORS, લીંબુ પાણી તથા છાશ જેવા પ્રવાહીનું સેવન વધારવા અપીલ કરી રહી છે. આગામી દિવસોમાં ગરમી યથાવત રહેવાની આગાહી વચ્ચે તંત્ર દ્વારા સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.