Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Controversial video of Kumar Kanani goes viral in Surat, Kumar Kanani in aggressive mood after winning the challenge

VIDEO: સુરતમાં કુમાર કાનાણીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, ચેલેન્જ જીત્યા બાદ કુમાર કાનાણી આક્રમક મૂડમાં

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દક્ષિણ ગુજરાતના રાજકારણનું કેન્દ્રબિંદુ ગણાતા સુરતના વરાછા વિસ્તારમાં 10 વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય પુનરાગમન કર્યું છે. સુરત મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવીને વિરોધ પક્ષોના સૂપડાં સાફ કરી દીધા છે.

App Store

રાજકીય ઉલટફેરનો ઈતિહાસ
વરાછા વિસ્તાર પરંપરાગત રીતે ભાજપનો ગઢ મનાતો હતો, પરંતુ વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનની અસર હેઠળ અહીં કોંગ્રેસે પ્રભુત્વ જમાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2021માં આમ આદમી પાર્ટીએ (AAP) અહીં જ્વલંત સફળતા મેળવીને ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. જોકે, 2026માં બદલાયેલા પવને ફરી એકવાર ભાજપની એન્ટ્રી કરાવી છે.

કુમાર કાનાણીની ચેલેન્જ અને વિવાદાસ્પદ નિવેદન
ચૂંટણી પહેલા વરાછામાં આયોજિત એક સભામાં ધારાસભ્ય કુમાર કાનાણીએ વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી. પરિણામોમાં ભાજપની જીત થતા જ કુમાર કાનાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ વિજયના નશામાં વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કરતા જોવા મળે છે. તેમણે જનતાનો આભાર માનતા કહ્યું કે, "વરાછાની જનતાએ બતાવી દીધું છે.!!!

કુમાર કાનાણીના આ નિવેદને સુરતના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. એક તરફ ભાજપના કાર્યકરો વિજયોત્સવ મનાવી રહ્યા છે, તો બીજી તરફ વિરોધ પક્ષો આ ભાષા સામે વાંધો ઉઠાવી રહ્યા છે.