Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Election battle erupts in Surendranagar! BJP-Congress clash at counting centre!

VIDEO: સુરેન્દ્રનગરમાં ચૂંટણી જંગ મેદાને પડ્યો! મતગણતરી કેન્દ્ર પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી!

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના દિવસે સુરેન્દ્રનગર મતગણતરી કેન્દ્ર પર લોકશાહીના પર્વમાં હિંસાનું ગ્રહણ લાગ્યું હતું. મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં ઝપાઝપી અને મારામારીમાં પરિણમી હતી.

App Store

પોલીસ સાથે ઘર્ષણ અને છરીના આક્ષેપ
આ ઘટનાની સૌથી ગંભીર બાબત એ રહી કે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને પોલીસ અધિકારીઓ વચ્ચે જાહેરમાં ઉગ્ર 'તુંતું-મેંમેં' જોવા મળી હતી. નૌશાદ સોલંકીએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, "ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં કોઈ વ્યક્તિ દ્વારા છરી બતાવવામાં આવી છે." તેમણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કેન્દ્રની અંદર આવતા લોકોનું યોગ્ય ચેકિંગ કરવામાં આવતું નથી, જેના કારણે આવી ઘટનાઓ બને છે.