VIDEO: ડુમસ દરિયા કિનારે ભરતીમાં તણાયો બાળક, જાંબાઝ જવાનોએ બચાવી લીધો
સોર્સ : gstv
સુરત પોલીસ અને સાગર સુરક્ષા દળના જવાનોએ ડુમસ દરિયા કિનારે દરિયાની ભરતીમાં તણાતા બાળકને બચાવી લીધો છે. ડુમસના ગણેશ બીચ પર ફરવા આવેલો એક નિર્દોષ બાળક અચાનક દરિયામાં આવેલી જોરદાર ભરતીના પાણીમાં ખેંચાવા લાગ્યો હતો અને ડૂબવા માંડ્યો હતો. આ પોલીસ અધિકારીઓ અને સાગર સુરક્ષા દળના જાંબાઝ જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર ત્વરિત અને સમયસર પગલાં લીધા હતા. તેમણે અત્યંત પ્રશંસનીય રીતે બાળકને પાણીમાંથી સહીસલામત બહાર કાઢીને નવું જીવન આપ્યું છે.

