VIDEO : સુરતમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાળમાં 7 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ માલિક જોડાયા
સોર્સ : gstv
સુરતમાં ઓનલાઈન દવાના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાળ પાળવામાં આવી રહી છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર નકલી અને નશાકારક દવાઓ સરળતાથી ઉપલબ્ધ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાનું કેમિસ્ટોનું કહેવું છે. સુરત શહેરના 7 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ હડતાળના સમર્થનમાં જોડાયા છે. હડતાળને કારણે સામાન્ય લોકોને દવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

