Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Big revelation in Surat SBI robbery! Robbers bought a bike from Telangana on a bogus Aadhaar card and played a gam

VIDEO: સુરત SBI લૂંટમાં મોટો ખુલાસો! લુટારૂઓએ તેલંગાણાથી બોગસ આધારકાર્ડ પર બાઈક ખરીદીને ખેલ પાડ્યો

Timeછેલ્લું અપડેટ : 04 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરત શહેરના વરાછા વિસ્તારમાં  આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં થયેલી કરોડોની લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લૂંટને અંજામ આપનાર ગેંગ અત્યંત વ્યવસ્થિત અને શાતિર રીતે પ્લાનિંગ કરીને આવી હતી. લુટારૂઓએ પોતાની ઓળખ છુપાવવા માટે ડગલે ને પગલે બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું છે.

App Store

નકલી આધારકાર્ડ અને તેલંગાણા કનેક્શન
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે લૂંટમાં વપરાયેલી બાઈક આરોપીઓએ તેલંગાણાથી ખરીદી હતી. આ બાઈક ખરીદવા માટે તેઓએ બોગસ આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, સુરતમાં રહેવા માટે પણ તેઓએ સુરતના જ રાંદેર વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું, જ્યાં પણ મકાનમાલિકને ઓળખના પુરાવા તરીકે આ જ નકલી દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ ગેંગ આંતરરાજ્ય સ્તરે નેટવર્ક ધરાવે છે.

100થી વધુ CCTV છતાં લુટારૂઓ ફરાર
સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો આ કેસ ઉકેલવા માટે રાત-દિવસ એક કરી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે વરાછાથી લઈને રાંદેર અને શહેરના બહાર નીકળવાના માર્ગો પરના 100થી વધુ સીસીટીવી કેમેરા ખંખેરી નાખ્યા છે. જોકે, લુટારૂઓ એટલા ચાલાક છે કે તેઓએ પોતાની હિલચાલ એવી રીતે રાખી છે કે પોલીસ હજુ સુધી તેમના સુધી પહોંચી શકી નથી.

પોલીસની વિવિધ ટીમો મેદાનમાં
આ આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવા માટે સુરત પોલીસની ટીમો તેલંગાણા અને અન્ય પડોશી રાજ્યોમાં પણ રવાના કરવામાં આવી છે. નકલી આધારકાર્ડ કોણે બનાવી આપ્યા અને આ ગેંગના અન્ય સભ્યો ક્યાં છુપાયેલા છે તે દિશામાં અત્યારે સઘન તપાસ ચાલી રહી છે. વરાછા જેવી ધમધમતી બજારમાં ધોળે દિવસે થયેલી આ લૂંટે સુરત પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પણ મોટા સવાલ ઉભા કર્યા છે.