Video: Surat માં ધર્મ પરિવર્તનનો પ્રયાસ, ડિંડોલીમાં હિન્દુ સંગઠનોનો ખ્રિસ્તી મિશનરી પર હલ્લાબોલ
સુરતના ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તનના કથિત પ્રયાસને લઈને આજે ફરી એકવાર મોટો હંગામો થયો છે. વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવતા હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને મિશનરી પર હલ્લાબોલ કર્યો હતો.
ધારાસભ્યની હાજરીમાં વિરોધ
આ ઘટનાની જાણ થતાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની હાજરીમાં જ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ એકઠા થઈને મિશનરીની ગતિવિધિઓ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
સ્થિતિ તણાવપૂર્ણ બનતા મોટી સંખ્યામાં લોકો ડિંડોલી પોલીસ સ્ટેશન બહાર ભેગા થયા હતા. વિરોધને પગલે મિશનરીના લોકોએ તાત્કાલિક અસરથી મિશનરીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો, જેના કારણે લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
અગાઉ પણ થયો હતો હોબાળો
મહત્ત્વની વાત એ છે કે, ડિંડોલી વિસ્તારમાં આ પ્રકારની ધર્મ પરિવર્તનની વાતને લઈને અગાઉ પણ હોબાળો થઈ ચૂક્યો છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
પોલીસની તપાસ શરૂ
હાલમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મિશનરીની ગતિવિધિઓ તેમજ ધર્મ પરિવર્તનના કથિત પ્રયાસો અંગે વિગતો મેળવી રહી છે.

