VIDEO: નેતાઓની રેલીમાં પ્રજાની હાલાકી; કતારગામમાં ટ્રાફિક જામથી રોષે ભરાયેલા વાહનચાલકે પોલીસકર્મીનો પકડ્યો કોલર
સોર્સ : gstv
એક તરફ રાજકીય પક્ષોનો પ્રચાર અને બીજી તરફ પ્રજાની હાલાકી...સુરતના કતારગામમાં મુખ્યમંત્રીની પ્રચાર રેલીને કારણે ધોળીય ગાર્ડન નજીક રસ્તો બંધ કરવામાં આવ્યો..લાંબા સમયથી અટવાયેલા સુરતીઓએ પોલીસને સવાલ કર્યો કે અમને ઘરે 600 રૂપિયાનો મેમો આવી જાય છે..અને નેતાઓ ગમે તેવા નિયમો તોડે તો તમે તમાશો જુઓ છો..રેલીના કારણએ રસ્તો બંધ કરવામાં આવતા ટ્રાફિક જામ થઈ ગયો હતો..લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા એક વાહનચાલકે પોલીકર્મીનો કોલર પકડી બેરિકેટ ખોલવાનું કહ્યું હતુ..તેમે કહ્યું કે મારે હોસ્પિટલ જવાનું છે અને જો મારા છોકરાને કઈં થયું તો જવાબદાર કોણ? ભાજપના નેતાઓ પ્રચામાં નારા લગાવતા રહ્યાં અને વાહનચાલકો ટ્રાફિકમાં જ અટવાઈ ગયા..

