સુરતની મુલાકાતે પહોંચેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે ભવ્ય રોડ શો કરતા પહેલા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સુરતના ભાજપના ધારાસભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠકોનો દોર ચલાવ્યો હતો. જે બાદ તેઓ પાટીદારના ગઢ ગણાતા વિસ્તારોમાં ભવ્ય જનસમર્થન યાત્રા આયોજિત કરી છે.