Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Crime Branch locates 3-year-old girl kidnapped from Surat in Ratlam

VIDEO : સુરતમાં માતાના પડખામાંથી અપહરણ કરાયેલી 3 વર્ષની બાળકી રતલામથી મળી, ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના કાપોદ્રા વિસ્તારમાં માતાના પડખામાંથી અપહરણ કરાયેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના રતલામ પાસેના બજના ગામેથી હેમખેમ શોધી કાઢી સફળ ઓપરેશન પાર પાડ્યું છે. પતિ સાથેના ઝઘડા બાદ સુરત આવેલી મહિલા પોતાની બાળકી સાથે નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતી હતી, ત્યારે રાત્રિના સમયે અજાણ્યો શખ્સ બાળકીનું અપહરણ કરી ટ્રેન મારફતે ફરાર થઈ ગયો હતો. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે પીછો કરતા, પોલીસની ભીંસ વધતા અપહરણકર્તા બાળકીને રસ્તામાં મૂકી ભાગી છૂટ્યો હતો. આખરે માસૂમ બાળકી સુરક્ષિત મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે પોલીસ અત્યારે ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે.

App Store