VIDEO: અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં બોઈંગ કંપની સામે કેસ કરનાર અમેરિકાના વકીલ માઈક એન્ડ્રયુ સુરતમાં પરિવારને મળવા આવ્યા
VIDEO: અમદાવાદ શહેરના એરપોર્ટથી ગત 12મી જૂને લંડન જતી એર ઈન્ડિયાની ફલાઈટ ટેક ઑફની ગણતરીની મિનિટોમાં ક્રેશ થઈ ગયું હતું. જે અંગે એર ઈન્ડિયાનું 787 પ્લેન બનાવનાર બોઈંગ કંપની સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ કરનાર અમેરિકાના વકીલ માઈક એન્ડ્રયુ સુરતમાં પરિવારના મેળવા આવ્યા હતા. વકીલ એન્ડ્રયુએ દુર્ઘટનાના 80થી વધુ પરિવાર સાથે મુલાકાત કરી હતી. 65 જેટલા પરિવારો કેસ કરવા વકીલ સાથે જોડાયા છે. વકીલ એન્ડ્રયુએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં કોઈ પાયલોટની ભૂલ નથી, બોઈંગ કંપનીના એન્જિનમાં ખામી હતી. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બની શકે તે માટે અમેરિકાની કોર્ટમાં બોઈંગ કંપની સામે કેસ કરવામાં આવ્યો છે.
આ ઘટનામાં સૌથી મહત્વનો પુરાવો પ્લેનના બ્લેક બોક્સનો ડેટા છે. વકીલના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ ડેટાની સંપૂર્ણ વિગત ઝડપથી આપવામાં પણ કોર્ટમાં સરકાર સામે માંગ કરવામાં આવી છે. બ્લેક બોક્ષમાં CVR - ઓડિયો વીડિયો સાથેના ડેટા અને FDR - ડિજિટલ ડેટા સાથે સંપૂર્ણ રો-મટીરિયલ સાથેના ડેટાની માંગ કરાઈ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઇન્ડિયન,પોર્ટુગીઝ અને બ્રિટિશ પરિવારો સાથે વકીલે મુલાકાત કરી હતી.

